બાલવી બાળ ગરબી મંડળ દ્વારા આઠમા નોરતે અષ્ટમી હવન કરાયો

- text


મોરબી : મોરબી સામાકાંઠે આવેલા રોટરી નગરમાં ગરબી ચોક ખાતે આજે આઠમા નોરતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું. બાલવી બાળ ગરબી મંડળ દ્વારા છેલ્લા 43 વર્ષથી નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. તેમજ નવરાત્રીના આઠમા નોરતે ગરબી મંડળનાં સભ્યો દ્વારા ભક્તિ ભાવથી હવન અષ્ટમીનું આયોજન કરવામાં આવે છે. આ હવનમાં સમસ્ત રોટરી નગર તેમજ આસપાસની સોસાયટીના લોકો શ્રદ્ધાથી દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

- text

- text