વાંકાનેરના દલડી ગામે રસ્તો કેમ બંધ કરો છો કહી યુવાન ઉપર હુમલો

- text


જૂનો ઝાંપો કાઢી નવો ઝાપો નાખવા માપ સાઈઝ લેતી વખતે બનેલી ઘટના, સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના દલડી ગામે પોતાના મકાનનો જૂનો ઝાંપો કાઢી નવો ઝાપો નાખવા માપ સાઈઝ લઇ રહેલા યુવાન સાથે ઝઘડો કરી પાડોશમાં રહેતા મહિલા સહિતના ત્રણ શખ્સોએ અમારો ચાલવાનો રસ્તો કેમ બંધ કરો છો કહી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના દલડી ગામે રહેતા ફરિયાદી મહેબૂબ મામદભાઈ પરાસરા પોતાના ઘરનો જૂનો ઝાપો કાઢી નવો ઝાપો નાખવા માટે માપ લેતા હતા ત્યારે આરોપી ઉસ્માન હૈયાતભાઈ પરાસરા, જીલુબેન ઉસ્માનભાઈ પરાસરા અને નઈમ ઉસ્માનભાઈ પરાસરાએ આવી ઝઘડો કરી કહ્યું હતું કે, તમે કેમ આમારો ચાલવાનો રસ્તો બંધ કરો છો ? બાદમાં લાકડી અને ધોકા વડે માર મારી સાહેદ આશિયાનાબેન સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

જ્યારે સામાપક્ષે ઉસ્માનભાઈ હૈયાતભાઈ પરાસરાએ પોતાના પ્લોટમાં જવાનો રસ્તો બંધ કરી રહેલા આરોપી નિજામભાઈ મામદભાઈ પરાસરા, મહેબૂબભાઈ મામદભાઈ પરાસરા અને આશિયાનાબેમ નિજામભાઈ પરાસરાને સમજાવવા જતા આરોપીઓએ લાકડાના ધોકા અને લાકડી વડે હુમલો કરી ફરિયાદીની ગાડીમાં નુકશાન કરવા અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

- text