માળીયા મિયાણા નજીક વિચિત્ર અકસ્માતમા બાઈક ચાલક સગીરનું મૃત્યુ

- text


સગીરનું બાઈક સ્લીપ થયા બાદ પાછળ આવતા બાઈક ચાલકે સગીર ઉપર બાઈક ચડાવી દીધું

મોરબી : મોરબી – કચ્છ હાઇવે ઉપર વિચિત્ર અકસ્માતમાં માળીયા મિયાણા નજીક બાઈક લઈને મોરબી તરફ આવી રહેલા સગીરનું બાઈક સ્લીપ થઈ જતા રોડ ઉપર પડી ગયો હતો ત્યારે પાછળ આવી રહેલા બાઈક ચાલકે સગીર ઉપર બાઈક ચડાવી દેતા સગીરનું મૃત્યુ થયું હતું.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગત તા.3ના રોજ મોરબીના વિશિપરામ રહેતા સાહિલ ઇકબાલભાઈ શાહમદાર ઉ.17 નામનો સગીર બાઈક લઈ મોરબી તરફ આવી રહ્યો હતો ત્યારે માળીયા નજીક આવેલ હોટલ પરંપરા પાસે સાહિલનું બાઈક સ્લીપ થતા રોડ ઉપર પડી ગયો હતો. બરાબર આજ સમયે પાછળ બાઈક લઈને આવી રહેલા જયેશ પંચાસરાનું બાઈક સાહિલ ઉપર ફરી વળતા સાહિલનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં સાહિલના પિતા ઇકબાલભાઈએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુંન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text