મોરબી : સમસ્ત બ્રહ્મ સમાજ- મોરબી તથા પરશુરામ યુવા ગ્રુપ- મોરબી દ્વારા સંયુક્ત ઉપક્રમે આગામી તારીખ 12 ઓક્ટોબર ને શનિવારે દશેરાના દિવસે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.વિજ્યાદશમીના દિવસે 12 ઓક્ટોબરના રોજ સવારે 10-30 કલાકે મોરબીના નવલખી રોડ પર આવેલા ભગવાન શ્રી પરશુરામધામ ખાતે શસ્ત્ર-શાસ્ત્ર પૂજન કાર્યક્રમ યોજાશે. જેમાં સૌ ભૂદેવોને પધારવા સમસ્ત બ્રહ્મ સમાજ- મોરબી અને પરશુરામ યુવા ગ્રુપ- મોરબી દ્વારા આમંત્રણ પાઠવાયું છે.