મોરબી : આમરણની સી.એલ. પરીખ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ કલા ઉત્સવમાં માઈમ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર મેળવ્યો છે. સી.એલ. પરીખ હાઈસ્કૂલના ધોરણ 9ના પાંચ વિદ્યાર્થીઓએ મોરબી જિલ્લા સમગ્ર શિક્ષા અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આયોજિત કલા ઉત્સવ-2024માં વિભાગ 4 થિએટર ડ્રામા પેટા વિભાગ માઈમ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શાળાના આ સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શાળાનં નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવારે વિદ્યાર્થીઓને શુભકામના પાઠવી છે અને આગળ ઝોન કક્ષાએ પણ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરે તેવી શુભકામના પાઠવી છે તેમ આચાર્ય દિપકકુમાર શેરસિયાએ જણાવ્યું હતું.