ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેતરપીંડીના ગુનામાં છેલ્લા 10 વર્ષથી ફરાર આરોપી રાજકુમાર રામનિવાસ જાટ રહે. રાજસ્થાનવાળાને બનાસકાંઠાના દીયોદરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. તેને પકડી પાડી એલસીબી ઓફિસ ખાતે લાવી ટંકારા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.