મોરબી : બગથળા ગામના પ્રોફેસર ઉમેશભાઈ ઠોરિયાએ પોતાના દીકરા હિયાનના જન્મદિવસે વિવિધ સેવાકાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરી હતી. ગઈકાલે તારીખ 9 ઓક્ટોબરના રોજ ઉમેશભાઈ ઠોરિયાના દીકરા હિયાનનો જન્મદિવસ હોય તેઓ દ્વારા મોરબીના મધર ટેરેસા આશ્રમ ખાતે વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને જરૂરી સ્ટેશનરી આપવામાં આવી હતી. આ ઉપરાંત મોરબીના લક્ષ્મીનગર સ્થિત પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર ખાતે સાંજે પ્રજ્ઞાચક્ષુઓ સાથે પરિવાર અને સગા સંબંધીના 100થી વધુ સભ્યોને જમાડીને જન્મદિવસની સેવામય ઉજવણી કરી હતી.