મોરબીમા વિદેશી દારૂની 3 બોટલ સાથે બે ઝડપાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરાના ગુલાબનગર અને નવલખી રોડ ઉપર અમૃત પાર્કમાં બે અલગ અલગ દરોડા પાડી બે શખ્સોને વિદેશી દારૂની ત્રણ બોટલ સાથે પકડી પાડયા હતા.

વિદેશી દારૂના પ્રથમ દરોડામાં સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા ગુલાબનગરમાંથી આરોપી મહેબ ઉર્ફે ઇમરાન યુસુફભાઈ મકરાણીને બે બોટલ દારૂ કિંમત રૂપિયા 700 તેમજ બીજા દરોડામાં નવલખી રોડ ઉપર અમૃતપાર્કમાંથી આરોપી અજય મુન્નાભાઈ યાદવ નામના કન્ટ્રક્શનના ધંધાર્થીને વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 641 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text