11 ઓક્ટોબરે ભરતનગર ખાતે ભારતીય કિસાન સંઘની કાર્યકારી બેઠક મળશે

- text


મોરબી જિલ્લાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે

મોરબી : આગામી તારીખ 11 ઓક્ટોબર ને શુક્રવારના રોજ ભારતીય કિસાન સંઘ- મોરબીની કાર્યકારી બેઠક ભરતનગરના ભરતવન ફાર્મ ખાતે સવારે 10 કલાકે મળશે. આ બેઠકમાં ભારતીય કિસાન સંઘ- મોરબી જિલ્લાના આગામી પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન અખિલ ભારતીય મહામંત્રી બાબુભાઈ ખેતાભાઈ પટેલ (બી.કે. પટેલ) અને પ્રદેશના સદસ્ય ભીખાભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

- text

- text