મોરબીમાં વિદેશી દારૂના ચાર દરોડામાં બે ઝડપાયા

- text


વિદેશી દારૂની 91 નાની મોટી બોટલ અને એક્ટિવા જપ્ત

મોરબી : મોરબી શહેર અને તાલુકામાં પોલીસ ટીમોએ અલગ અલગ ચાર દરોડામાં બે આરોપીઓને વિદેશી દારૂની નાની મોટી 91 બોટલ અને એક્ટિવા મોટર સાયકલ સાથે બે શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

વિદેશી દારૂના દરોડાની કાર્યવાહીમાં સીટી એ ડિવિઝન પોલીસે પ્રથમ દરોડામાં લીલાપર રોડ ખડીયાવાસમાં દરોડો પાડી આરોપી દેવરાજ બાબુભાઇ છુસીયાને વિદેશી દારૂની 6 બોટલ કિંમત રૂપિયા 1390 સાથે પકડી પાડ્યો હતો. જ્યારે બીજા દરોડામાં કામધેનુ પાર્ટી પ્લોટ મોરબી બાયપાસ ઉપરથી આરોપી કિશન ઉર્ફે છોટુ હિતેશ ડાભીના એક્ટિવામાંથી પોલીસે વિદેશી દારૂની 3 બોટલ કિંમત રૂપિયા 900 તેમજ 50 હજારનું એક્ટિવા કબ્જે કર્યું હતું. જો કે, આરોપી પોલીસના હાથ લાગ્યો ન હતો.

- text

જ્યારે સીટી બી ડિવિઝન પોલીસે વિશિપરા ગુલાબનગરમાં આરોપી અવેશ ગફુરભાઈ પીલુડિયાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂના 72 ચપલા કિંમત રૂપિયા 8280, તેમજ અલગ અલગ 8 બોટલ મળી કુલ 12,460નો જથ્થો કબ્જે કર્યો હતો. જો કે, આરોપી પોલીસને હાથ લાગ્યો ન હતો. જ્યારે ચોથા દરોડામા મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર ગામે દરોડો પાડી આરોપી મહાવીરસિંહ છત્રસિંહ ઝાલાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 1372 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text