ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ આવતા વિસ્તારમાં કાલે વીજકાપ રહેશે

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 9-10-2024ના રોજ રોડ શિફ્ટિંગ તથા મેઈનટેનન્સના કામ માટે વીજપુરવઠો બંધ રાખવામાં આવશે.

જેમાં 66 કેવી ઘુંટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા ઘુંટુ જેસીવાય, લેંજ ઇન્ડ.,સિલ્ક ઈન્ડ. તથા માંડલ ખેતીવાડી ફીડર સવારે 7 થી બપોરે 4 કલાક સુધી બંધ રહેશે. તેમજ 66 કેવી ઘુંટુ રોડ સબ સ્ટેશનમાંથી નીકળતા વિવંતા ઇન્ડ., સેપલ ઈન્ડ. તથા બેલા ખેતીવાડી ફીડર સવારે 8 થી બપોરે 2 કલાક સુધી બંધ રહેશે.

- text

આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય તેમજ ઔદ્યોગીક (એચ.ટી), ખેતીવાડી વીજ જોડા- જોડાણોમાં વીજ પુરવઠો બંધ રહેશે. કામગીરી પૂર્ણ થયે કોઈ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવામાં આવશે.

- text