મોરબી 108ની ટીમે એમ્બ્યૂલન્સમાં પ્રસુતાની સફળ ડિલવરી કરાવી

- text


મોરબી : આજ રોજ તારીખ 8 ઓક્ટોબરના રોજ મકનસર લોકેશન પર વહેલી સવારે 108ની ટીમને માટેલ રોડ પર ડિલવરી માટેનો કોલ આવ્યો હતો. જેથી 108ની ટીમ સ્થળ પર પહોંચી હતી. જ્યાં 30 વર્ષીય પ્રસુતા રનજીતાબેન વિક્રમભાઈને પ્રસુતાનો દુઃખાવો ઉપડતાં તેઓને 108 મારફતે ડિલવરી માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે રસ્તામાં જ પ્રસુતાને વધુ દુઃખાવો થતાં થતાં ERCP ડો. દવેના માર્ગદર્શનથી EMT પ્રવિણભાઈ મેર, પાયલોટ દિપકભાઈ વાજાએ એમ્બ્યુલન્સમાં જ પ્રસુતાની સફળતાપૂર્વક નોર્મલ ડિલવરી કરાવી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ પ્રસુતાને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

- text

- text