મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા 23 ઓક્ટોબરે મળશે

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભાનું આયોજન આગામી તારીખ 23 ઓક્ટોબર ને બુધવારના રોજ સવારે 11-30 કલાકે જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં કરવામાં આવ્યું છે.

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગત બેઠકની કાર્યવાહી અને ઠરાવોને બહાલી આપવામાં આવશે. આ ઉપરાંત જુદી જુદી સમિતિઓની બેઠકની કાર્યવાહી નોંધને બહારી આપવામાં આવશે. એક કલાક પ્રશ્નોતરી ચાલશે. ત્યારબાદ સભ્યો તરફથી મળેલા પ્રસ્તાવો પર ચર્ચા થશે. ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયાનું સિંચાઈ ઉત્પાદન અને સહકાર સમિતિ અને શિક્ષણ સમિતિના સભ્ય તરીકે રાજીનામું મંજૂર કરવા પર ચર્ચા થશે. સૈદ્ધાંતિક મંજૂરીના કામોને તેમજ રજૂ થયેલા કામોને બહાલી આપવામાં આવશે. વહીવટી મંજૂરીના કામોને બહાલી આપવા બાબત, રેતી રોયલ્ટીના હેતુફેરના કામોને સૈદ્ધાંતિક મંજૂરીની બહાલી આપવા બાબત, રેતી રોયલ્ટી વર્ષ 2024-25ના આયોજન અંગે સહિતના મુદ્દે ચર્ચા થશે.

- text

- text