માળીયા મિયાણાના હરિપર નજીક કુખ્યાત મહિલા બુટલેગર દેશી દારૂ ભરેલી કાર સાથે ઝડપાઇ

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસે હરિપર ગામના પાટિયા નજીક વોચ ગોઠવી મોરબીની કુખ્યાત મહિલા બુટલેગર અને તેના સાગરીત એવા ડ્રાઇવરને દેશી દારૂના જંગી જથ્થા સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ માળીયા મિયાણા પોલીસે બાતમીને આધારે હરિપર ગામના પાટિયા નજીક બ્રિજ પાસે વોચ ગોઠવી જીજે – 01 – કેકયું – 2560 નંબરની કારને અટકાવી તલાશી લેતા કારમાં સવાર મહિલા સોનલ ઉર્ફે સોનકી અબ્બાસભાઈ કટિયા રહે. માળીયા વનાળિયા અને કાર ચાલક રાજવીર પ્રકાશભાઈ ડોરિયા રહે.શોભેશ્વર રોડ મોરબી વાળાના કબ્જામાંથી 225 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 45 હજાર મળી આવતા એક લાખની સ્વીફ્ટ કાર સહિત 1.45 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. વધુમાં આરોપીઓની પૂછતાછમા દેશી દારૂનો આ જથ્થો સુરજબારી ગામના સલીમ ઉર્ફે કલો હબીબ જેડા પાસેથી મેળવ્યો હોવાનું કબુલતા માળીયા મિયાણા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text

- text