છેતરપિંડીના ગુનામાં બે વર્ષથી નાસતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કોડે ઝડપ્યો

- text


મોરબી : સાબરકાંઠા જિલ્લાના ઇડર પોલીસ સ્ટેશનના વિશ્વાસઘાત છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતા ફરતા આરોપી રાજેન્દ્રસિંહ દિલીપસિંહ લીંબોલા (રહે. ઘનશ્યામપુર રાજપૂત શેરી, તા. હળવદ) મોરબીના હળવદ શહેરમાં આવેલા લેકવ્યુ હોટેલ પાસે હોવાની બાતમી મળતા પેરોલ ફર્લો સ્કોડ ક્રાઈમ બ્રાન્ચ મોરબી દ્વારા ખાતેથી મળી આવતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી ગુનામાં અટક કરી આગળની કાર્યવાહી અર્થે ઇડર પોલીસ સ્ટેશનને સોંપવા કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text