1.80 કરોડના ખર્ચે ચાર રસ્તાઓ મંજૂર કરાયામોરબી : મોરબી-માળિયા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજુઆતથી ચાર સુવિધાપથ મંજૂરી આપવામાં આવી છે. જેમાં 1.80 કરોડના ખર્ચે કૂલ 5 કિલોમીટરનો રસ્તાઓ બનાવવામાં આવશે.કાંતિભાઈ અમૃતિયાની રજૂઆત બાદ બેલા-શનાળા (ત.) રોડ, નાના ભેલા-તરઘરી રોડ, સ્ટેટ હાઈવેથી નાના દહીંસરા રોડ, સરવડ-દેરાળા રોડ મળીને કુલ 5 કિલોમીટરના રસ્તાઓ અંદાજે ₹ 1.80 કરોડના ખર્ચે સુવિધાપથ યોજના હેઠળ જોબ નંબર આપવામાં આવ્યા છે. જેથી આ લાભાન્વીત ગ્રામજનોમાં આનંદની લહેર વ્યાપી ગઈ છે.