ટંકારાની સરદાર પટેલ વિદ્યાલયની વિદ્યાર્થિનીએ સંગીત ગાયન સ્પર્ધામાં મેળવ્યો પ્રથમ નંબર

- text


ટંકારા : શિક્ષણ વિભાગ- ગાંધીનગર અને જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન- રાજકોટ આયોજિત અને બીઆરસી હળવદ સંચાલિત મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવનું આયોજન ગત તારીખ 4 ઓક્ટોબર ને શુક્રવારના રોજ હળવદની મોડેલ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ટંકારાની સરદાર પટેલ વિદ્યાલયની વિદ્યાર્થિનીએ સંગીત ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવ્યો છે.

સરદાર પટેલ વિદ્યાલયમાં ધોરણ 11માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સ્નેહા મારૂએ ગરવી ગુજરાત થીમ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાના કલા ઉત્સવમાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં યોજાયેલી સંગીત ગાયન સ્પર્ધામાં ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરી પ્રથમ નંબર મેળવ્યો છે. આ સિદ્ધિ બદલ તેઓને અભિનંદન મળી રહ્યા છે.

- text

- text