હળવદ : પત્ની સાથે પ્રેમસંબંધ હોવાથી પાડોશીએ જ યુવાનની હત્યા કરી, પોલીસે ગુન્હો નોંધ્યો

- text


પત્ની સાથે પ્રેમ સંબંધ હોય પાડોશી એ જ યુવાનને રહેંશી નાખ્યો હતો

હળવદ : હળવદ શહેરના વોર્ડ નંબર સાતમાં આવેલ પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા યુવાનની ગતરાત્રિના માથાના ભાગે બોથળ પદાર્થના ઘા જીકી હત્યા નીપજાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો હતો.આ બનાવમાં પોલીસની તપાસમાં હત્યારો બીજો કોઈ નહીં પરંતુ મૃતકનો પાડોશી જ હોવાનું સામે આવ્યું છે અને આ હત્યા પ્રેમ સંબંધનું મનદુઃખ રાખી કરાઈ હોવાનું પણ ખુલવા પામ્યું છે. હાલ પોલીસ દ્વારા એક શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ શહેરના પંચમુખી ઢોરા વિસ્તારમાં રહેતા સુખદેવભાઈ ઉર્ફે સુખો કાળુભાઈ ઝિંઝુવાડીયા ઉંમર વર્ષ 33 ગતરાત્રિના તેના ફળિયામાં સુતો હોય તે વેળાએ તેઓની સામે જ ઘર જમાઈ તરીકે રહેતા ભરતભાઈ બાબુભાઈ દેવીપુજક નામના શખ્સે પાઈપ જેવા હથિયાર વડે સુખદેવને માથાના ભાગે ઘા જીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે.

- text

વધુમાં એ પણ સામે આવ્યું છે કે હત્યા નીપજાવનાર ભરતભાઈની પત્ની સાથે મૃતક સુખદેવને આડા સંબંધ હોય જેનું મન દુઃખ રાખી ગત રાત્રિના સમયે સુખદેવ જ્યારે ફળીયામાં સૂતો હતો ત્યારે ભરતે માથાના ભાગે ઇજાઓ પહોંચાડે હત્યા નીપજાવી હતી.

હાલ આ બનાવમાં મૃતકના પિતા કાળુભાઈ ધીરાભાઈ ઝિંઝુવાડિયાની ફરિયાદના આધારે પોલીસે મૂળ મુળી તાલુકાના લીયા ગામના અને હાલ મૃતકના ઘર સામે જ ઘર જમાઈ તરીકે રહેતા ભરતભાઈ સામે હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text