ધ્રાંગધ્રા પંથકમાં પાંચ વર્ષની બાળા પર થયેલ દુષ્કર્મમાં પરિવારને ત્વરિત ન્યાય આપવા માંગ

- text


હળવદ : ધ્રાંગધ્રા પંથકમાં દસ દિવસ પહેલા એક પાંચ વર્ષની બાળા પર 40 વર્ષના ઢગાએ દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આરોપી સામે ઝડપથી અને દાખલારૂપ કાર્યવાહી થાય તે માટે લોકો માંગ પણ કરી રહ્યા છે.

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના આઉટ રીચ સેલના મોરબી જિલ્લાના ચેરમેન જીગ્નેશભાઈ પીપરીયાએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરતા જણાવ્યું છે કે દસ દિવસ પહેલા ધાંગધ્રા પંથકની પાંચ વર્ષની બાળા સાથે જે ઘટના બની તે સમાજ માટે ખૂબ જ ખરાબ છે.આ ઘટનાના આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરી સજા ફટકારી સમાજમાં દાખલો બેસે તે જરૂરી છે.આ ઘટનાની ઉંચ અધિકારીને તપાસ સોપી ઝડપથી ચાર્જશીટ કરી આરોપીને ફાંસીની સજા મળે તેવી માંગ કરવામાં આવી છે.

- text

- text