મોરબીના સમાકાંઠે નાળામાં હોસ્પિટલનો બાયોવેસ્ટ ઠાલવાયો

- text


ખુલ્લામાં ગાયો આ વેસ્ટ ખાતી હોવાથી તંત્ર દ્વારા કડક પગલાં લેવા માગ

મોરબી : મોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં આવેલા કુળદેવી પાનની પાછળ સર્વિસ રોડના નાળા પાસે આજે બોપરના સમયે હોસ્પિટલના બાયોવેસ્ટ કોઈ ફેંકી ગયું હોવાનું સામે આવ્યું છે.

આ બાયોવેસ્ટ નાળા પાસે ફેંકવામાં આવતા ત્યાં ગાયો આ વેસ્ટ ખાતી હોવાનું જોવા મળ્યું હતું. ત્યારે આ બાયોવેસ્ટ ખાવાથી ગાય અને અન્ય પશુઓને અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેમજ ખુલ્લામાં બાયોવેસ્ટ નાખવામાં આવતા ગંદકી પણ થાય છે. ત્યારે આમ અબોલ પશુઓના જીવન સાથે ચેડા કરવામાં આવી રહ્યા હોય ત્યારે આ બાબતે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી માગ ઉઠવા પામી છે.

- text

- text