મોરબી નજીક કારખાનામાં લોડર નીચે કચડાઈ જતા મહિલા શ્રમિકનું મૃત્યુ

- text


બહાદુરગઢ ગામની સીમમાં સ્વરા માઇક્રોન કારખાનામાં બનેલો બનાવ, પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબી : મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં આવેલ સ્વરા માઇક્રોન નામના કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના શ્રમિક મહિલાનું રિવર્સમા આવેલા લોડર ટ્રેકટર નીચે કચડાઈ જતા મૃત્યુ નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમમાં આવેલ સ્વરા માઇક્રોન નામના કારખાનામાં મજૂરી કામ કરતા મૂળ રાજસ્થાનના વતની લક્ષ્મણભાઇ લાલાભાઈ ગોદાએ જીજે – 36 – એએલ – 0476 નંબરના લોડર ટ્રેકટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમના પત્ની મંજુલાબેન ઉ.35 કારખાનામાં કામ કરતા હતા ત્યારે લોડર ચાલકે બેફિકરાઈથી લોડર રિવર્સમાં લઇ મંજુલાબેનને ટાયર નીચે કચડી નાખતા બનાવ સ્થળે જ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માત બાદ લોડર ચાલક નાસી ગયો હતો. મંજુલાબેનનું મૃત્યુ થતા પાંચ સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text