મોરબીમાં સિરામિક ફેકટરીમાં રસોઈ બનાવવા જતા પરિણીતાનું ટ્રક હડફેટે મૃત્યુ

- text


એક્ટિવા લઈને જેતપર રોડ ઉપર જતા હતા ત્યારે બનેલો બનાવ

મોરબી : મોરબીના જેતપર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં રસોઈ બનાવવા જતા પરિણીતાના એક્ટિવાને ટ્રક ચાલકે હડફેટે લઈ પગ ઉપર જોટો ફેરવી દેતા ગંભીર ઇજા પામેલા મોરબીના પરિણીતાનું ટૂંકી સારવાર બાદ મૃત્યુ નીપજ્યું હતું.

- text

ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના દરબારગઢ નજીક દેરાસર શેરીમાં રહેતા મીનાબેન કેતનગીરી ગોસાઈ ઉ.37 નામના મહિલા ગઈકાલે જેતપર રોડ ઉપર આવેલ સિરામિક ફેકટરીમાં નિત્યક્રમ મુજબ રસોઈ બનાવવા માટે એક્ટિવા લઈને જતા હતા ત્યારે બેલા નજીક જીજે – 08 – વાય – 7133 નંબરના ટ્રક ચાલક રામલાલ લાલુરામ પંડિત રહે.સાચોર, રાજસ્થાન વાળાએ એક્ટિવાને હડફેટે લઈ અકસ્માત સર્જતાં મીનાબેન ટ્રક ટ્રેઇલરના પાછળના જોટામાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મૃતકના પતિ કેતનગીરી ભીમગર ગોસાઈની ફરિયાદને આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text