હળવદના ડુંગરપુર ગામની સીમમાં દેશી દારૂનો 600 લીટર આથો ઝડપાયો

- text


પોલીસે બે અલગ અલગ વાડીમાં દરોડો પાડી આથાનો નાસ કર્યો, બે આરોપી ફરાર

હળવદ : હળવદ પોલીસે ડુંગરપુર ગામની સીમમાં આવેલ બે વાડીમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે દરોડા પાડી બન્ને વાડીમાંથી અનુક્રમે 200 લીટર અને 400 લીટર દેશી દારૂ બનાવવાનો આથો તેમજ 21 લીટર દેશી દારૂ કબ્જે કર્યો હતો. જો કે, બન્ને દરોડામાં આરોપીઓ હાથ ન લાગતા પોલીસે આથાનો નાશ કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

હળવદ પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે હળવદ તાલુકાના ડુંગરપુર ગામની ધાર તરીકે ઓળખાતી સીમમાં અલગ અલગ બે દરોડા પાડયા હતા જેમાં પ્રથમ દરોડામાં આરોપી ગેલાભાઈ ભાવેશભાઈ કોળીની વાડીની ઓરડીમાંથી 200 લીટર દારૂનો આથો તેમજ 21 લીટર દેશી દારૂ સહિત 9200નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે બીજા દરોડામાં પ્રકાશ ભુપતભાઇ ઇન્દરિયાની કબજા ભોગવટા વાળી વાડીમાં દરોડો પાડી 400 લીટર આથો કિંમત રૂપિયા 10 હજારનો જથ્થો કબ્જે કરી નાસ કર્યો હતો. જો કે, બન્ને દરોડામાં આરોપીઓ હાજર નહિ મળી આવતા બન્નેને ફરાર દર્શાવી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text