ટંકારા પોલીસના દારૂના બે દરોડામાં બે બુટલેગરોને પકડી પાડયા

- text


લજાઈમા 45 બોટલ અને લતીપર ચોકડીએ 5 બોટલ સાથે આરોપીને ઝડપી લેવાયો

ટંકારા : ટંકારા પોલીસે વિદેશી દારૂના બે અલગ અલગ દરોડામાં બે બુટલેગરોને વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 50 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રથમ દરોડામાં ટંકારા પોલીસે લજાઈ ગામે ઝલા પાટીમાં રહેતા આરોપી જયરાજસિંહ ઉર્ફે જયપાલસિંહ અરવિંદસિંહ ઝાલાના રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 45 બોટલ કિંમત રૂપિયા 27,590નો જથ્થો પકડી પાડી આરોપીને અટકાયતમાં લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

જ્યારે વિદેશી દારૂના બીજા દરોડામાં ટંકારા પોલીસે લતીપર ચોકડીએ દરોડો પાડી આરોપી સિકંદર ઉર્ફે સિકલો રફીકભાઈ ભાણું નામના શખ્સને વિદેશી દારૂની પાંચ બોટલ કિંમત રૂપિયા 1700 સાથે પકડી પાડી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કર્યો હતો.

- text