મોરબી રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા નવરાત્રી નિમિત્તે કન્યા પૂજન યોજાયું 

- text


મોરબી : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની સંલગ્ન સંસ્થા રાષ્ટ્રીય બજરંગ દળ- મોરબી દ્વારા શક્તિના આરાધનાના પાવન પર્વ નવરાત્રી દરમિયાન પ્રતિવર્ષ કન્યા પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે પ્રવર્તમાન વર્ષે રાષ્ટ્રીય બજરંગ દળ- મોરબી જિલ્લાના અધ્યક્ષ નેવિલભાઈ પંડીતના નિવાસ સ્થાન પ્રમુખ હાઈટ્સ ખાતે કન્યા પૂજનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

આ તકે રાષ્ટ્રીય બજરંગ દળ મોરબી જિલ્લાના અધ્યક્ષ નેવિલભાઈ પંડિત, ઉપાધ્યક્ષ લખનભાઈ કક્કડ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર અધ્યક્ષ ભાવીનભાઈ ઘેલાણી, મંત્રી નિર્મિતભાઈ કક્કડ સહીતના સંસ્થાના અગ્રણીઓ દ્વારા કન્યાઓને ભાવતા ભોજન પીરસી તેમનું પૂજન કર્યુ હતું. તે ઉપરાંત દરેક બાળાઓને ભેટ અર્પણ કરવામાં આવી હતી.

- text

- text