રાજસ્થાનના ચોરી/વિશ્વાસઘાતના ગુનાનો આરોપી મોરબીથી ઝડપાયો 

- text


મોરબી : રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાના બીછીવાડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરી/વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા 10 માસથી નાસતો ફરતો આરોપી મોરબી ખાતેથી ઝડપાયો છે.

પેરોલ ફર્લો સ્કોડ મોરબીની ટીમે બાતમીના આધારે આરોપી મકબુલ હમીદભાઈ લતિફભાઈ (રહે. ગ્રીન ચોક, કુબેરનાથ રોડ, મેમણ શેરી, મોરબી)ને મોરબીની વીસી ફાટક પાસેથી ઝડપી લઇ આગળની કાર્યવાહી માટે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો છે.

- text

- text