વાંકાનેરના ચંદ્રપુર ગામે વાડીમાંથી મોટર ચોરનાર બે શખ્સો ઝડપાયા

- text


વાંકાનેર : ચંદ્રપુર ગામે વાડીમાંથી 2 ઇલેક્ટ્રીક મોટર ચોરી કરવાના પ્રકરણમાં સિટી પોલીસને બાતમી મળેલ કે આરોપીઓ મુદ્દામાલ સાથે મોટરસાઈકલમાં આવનાર હોય, જેના આધારે વાંકાનેર નવાપરાનાકા મુકામે વોચ ગોઠવી દિલીપભાઈ પરસોત્તમભાઇ ચારોલીયા અને નરેશભાઇ કેશાભાઈ ચારોલીયાને પકડી પાડ્યા છે. બન્ને આરોપીઓ પાસેથી પોલીસે 5 હોર્સ પાવરની બે ઇલેક્ટ્રીક મોટર કિંમત રૂ.29,000 અને બાઇક કિંમત રૂ.15,000નો મુદ્દામાલ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text