મોરબીમાં વિદેશી દારૂની 7 બોટલ સાથે એક ઝડપાયો, એક ફરાર

- text


મોરબી : મોરબીના નાની વાવડી ગામે કબીર આશ્રમ પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે એક શખ્સને વિદેશી દારૂની 7 અડધિયા બોટલ સાથે ઝડપી લઈ દારૂનો જથ્થો આપનાર શખ્સનું નામ ખોલાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે નાની વાવડી કબીર આશ્રમ નજીકથી આરોપી ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા ઉ.41 રહે. નાની વાવડી, મારૂતિનગર વાળાને બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડ દારૂની 375 મિલિ એટલે જે અડધિયા બોટલ નંગ 7 કિંમત રૂપિયા 3878 સાથે પકડી પાડ્યો હતો. પોલીસની પૂછતાછમાં આરોપીએ દારૂનો આ જથ્થો મોરબીના રણછોડનગરમાં રહેતા સાગર ધીરુભાઈ ચાવડા પાસેથી મેળવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text