12 ઓક્ટોબરના રોજ હવનયજ્ઞ પૂર્ણાહુતિ અને સ્નેહમિલનનું આયોજનમોરબી : મોરબી તાલુકાના ખરેડા ગામે કાથરાણી કુળદેવી મંદિરે સમગ્ર કાથરાણી પરિવારના સહકારથી કુળદેવી અંબાજી માતા તેમજ કુળદેવ વઘાણીયાદાદાની કૃપાથી માતાજીના મંદિરે નવરાત્રિ મહોત્સવ પૂર્ણાહુતિ હવનયજ્ઞ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.6 ઓક્ટોબરના રોજ બપોરે 11 કલાકે 108 કુમારીકા પૂજન/ભોજન કાર્યક્રમ યોજાશે. 11 ઓક્ટોબરના રોજ રાત્રે 11 કલાકે નવરાત્રિ મહોત્સવ પૂર્ણાહુતિ તથા લ્હાણી વિતરણ કરવામાં આવશે. 12 ઓક્ટોબરના રોજ સવારે 7-30 કલાકે હવનયજ્ઞનો પ્રારંભ થશે. સવારે 10-30 કલાકે અલ્પાહારનું આયોજન કરાયું છે. બપોરે 12 વાગ્યે સ્નેહમિલન યોજાશે અને બપોરે 1 કલાકે હવનયજ્ઞ પૂર્ણાહુતિ થશે. જ્યારે 1-30 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. માતાજીના મંદિરે નવરાત્રિ દરમિયાન ગરબી લેતી 20 બાળાઓને લ્હાણી આપવામાં આવશે.