હળવદના નવા ઘનશ્યામગઢ ગામે મોબાઈલ ચોરનાર ઝડપાયો

- text


હળવદ : હળવદ તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે ફરિયાદી જીતેન્દ્રભાઈ જાદવજીભાઈ લોરીયાની પાનની દુકાનેથી કોઈ અજાણ્યો શખ્સ રૂપિયા 20 હજારની કિંમતનો મોબાઈલ ફોન ચોરી જતા હળવદ પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ઘટનામાં મોરબી એલસીબી પોલીસે ગણતરીની કલાકોમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખી મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં નવા ઘનશ્યામગઢ ખાતે રહેતા આરોપી શિવમ નવલભાઈ બામણિયાને ઝડપી લઈ રૂપિયા 20 હજારનો મોબાઈલ ફોન કબ્જે કરી આરોપીને હળવદ પોલીસ મથકને હવાલે કર્યો હતો.

- text

- text