મોરબીમાં યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા કાલે રવિવારે સેરેબ્રલ પાલ્સી ડેની કરાશે ઉજવણી

- text


 

મોરબી : મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આવતીકાલે તા.૬ના રોજ વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસની સ્કાયમોલના બીજા માળે ખાસ ઉજવણી કરવામાં આવનાર છે. ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીની આગેવાનીમાં સવારે ૯:૩૦ કાર્યક્રમ શરૂ થશે.

સેરેબ્રલ પાલ્સી એટલે કે સીપી એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે જે માંસપેશિઓને નિયંત્રણ, ગતિ અને પોસ્ચરને પ્રભાવિત કરે છે. આ વિકાસશીલ મસ્તિષ્કમાં ક્ષતિ અને અસામાન્યતાઓને કારણે થાય છે, જે સામાન્ય રીતે જન્મના પહેલાં તેમજ જન્મ સમયે થાય છે. સેરેબ્રલ પાલ્સી પ્રત્યેક વ્યક્તિમાં ગંભીરતાની અલગ-અલગ ડિગ્રીની સાથે અલગ-અલગ પ્રકારે જોવા મળે છે. યંગ ઈન્ડિયા ગ્રૂપ દ્વારા વિશિષ્ટ રીતે જન્મેલા આવા દિવ્યાંગ બાળકો અને એના વાલીઓ સાથે આ દિવસે ભેગા રહીને એમના જીવન ના એક દિવસ આનંદ આપવા તેમજ તેઓ ના સંઘર્ષ ને વંદન કરી તેમનું અભિવાદન કરી આ વિશિષ્ટ દિવસની ઉજવણી કરવામાં આવશે.

- text

- text