મોરબીમાં ખરાબપોરે દેશી દારૂની હેરફેર કરતા એક ઝડપાયો, એક ફરાર

- text


પોલીસે એક્ટિવા સહિત 60 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો

મોરબી : મોરબી શહેરના શનાળા રોડ ઉપર જૈન દેરાસર વાળી શેરીમાં પોલીસે વોચ ગોઠવી એક્ટિવા મોટર સાયકલમા દેશી દારૂની હેરફેર કરતા એક શખ્સને ઝડપી લઈ 50 હજારનું એક્ટિવા કબ્જે કરી દારૂ વેચાણ આપનાર શખ્સનું નામ ખોલાવી બે આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર જૈન દેરાસર વાળી શેરીમાથી આરોપી કાસીમ ઇબ્રાહિમ શાહમદાર રહે.લીલાપર રોડ મોરબી વાળાને એક્ટિવામાં 50 લીટર દેશી દારૂની હેરફેર કરતા ઝડપી લઈ 10 હજારનો દેશી દારૂ અને 50 હજારનું એક્ટિવા સહિત 60 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે પકડેલા આરોપી કાસીમે દેશી દારૂનો આ જથ્થો કાલિકા પ્લોટમાં રહેતા આરોપી અલી મામદભાઈ પલેજા પાસેથી મેળવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે અલીને ફરાર દર્શાવી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text