મોરબી : હાલ મોરબી પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે ઝુંબેશ ચાલી રહી છે. તેવામાં પાલિકાની ટીમે એક ઇકોમાંથી 40 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો છે.મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર કુલદીપ સિંહ વાળાના માર્ગદર્શન હેઠળ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કૃષ્ણસિંહ જાડેજા તેમજ તેમની ટીમ દ્વારા આજરોજ વહેલી સવારે 5: 30 કલાકે શનાળા રોડ ઉપર આવેલ માર્કેટિંગ યાર્ડમાંથી ઇકો કારમાંથી આશરે 40 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરેલ છે અને રૂપિયા 3500નો દંડ ફટકારવામાં આવ્યો છે.