મોરબી નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસરને લેખિતમાં કરી રજૂઆતમોરબી : મોરબી શહેરમાં ગટરને લાગતા કામો અંગે માહિતી આપવા મોરબી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી નગરપાલિકા કચેરીના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.આ રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, આનંદીબેન પટેલની સરકારમાં મોરબી નગરપાલિકાને ભૂગર્ભ ગટરના કામકાજને લઈને ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તેમાં ક્યાં ક્યાં કામ થયા છે ? વર્ષ 2014થી આજ સુધી કેન્દ્ર સરકાર દ્વારા કેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ? ક્યાં ક્યાં કામ પેન્ડિંગ છે ? ગટરના કામ કાજ માટે સ્વ-ભંડોળમાંથી કેટલી ગ્રાન્ટ વાપરવામાં આવી ? અને હાલ કુલ કેટલી ગ્રાન્ટ અસ્તિત્વમાં છે ? વગેરે માહિતી પૂરી પાડવા માગ કરવામાં આવી છે.