મોરબી : મોરબીના શક્ત શનાળા ગામે શક્તિ માતાજીના મંદિર સામે જીજે - 36 - વી - 1594 નંબરના સુપર કેરી મીની ટેમ્પોના ચાલકે પુરઝડપે પોતાનું વાહન ચલાવી જીજે - 03 - ડીઆર - 6572 નંબરનું બાઈક લઈને જઈ રહેલા રાજેન્દ્રભાઇ પનારાને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામા મીની ટેમ્પોનો ચાલક વાહન મૂકી નાસી જતા મૃતક રાજેન્દ્રભાઇના મોટાભાઈ નરભેરામભાઈ નારણભાઇ પનારા રહે.ચાચાપર વાળાએ ટેમ્પો નંબરના આધારે મોરબી સીટી એ ડિવિઝનમાં અકસ્માતની ઘટના અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.