મોરબીના રવાપર રોડ ઉપર લોખંડનો સળિયો માથે પડતા શ્રમિકનું મૃત્યુ

- text


કલર કામ કરતો હતો હતો ત્યારે બાજુના બિલ્ડીંગમાંથી સળિયો કાળ બની ને ત્રાટક્યો

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર મકાનમાં કલરકામ કરવા આવેલ ઉત્તરપ્રદેશના વતની શ્રમિક યુવાન ઉપર બાજુમાં બની રહેલા બિલ્ડીંગમાંથી લોખંડનો સળિયો માથે પડતા આ યુવાનને માથામાં ઇજા થતાં યુવાનનું અકાળે મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડ ઉપર ગાયત્રીનગરમા ભોગીલાલ વાલજીભાઈ અઘારાના મકાન પાસે કલરકામ કરી રહેલા મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલમાં સબ જેલ મોરબી પાસે રહેતા કિશન રામજીગીન ગોડ ઉ.18 નામના યુવાન ઉપર બાજુમાં બની રહેલા બિલ્ડીંગમા સેન્ટિંગ કામ ચાલુ હોય તા.30 સપ્ટેમ્બરના રોજ લોખંડનો સળિયો માથે પડતા માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન કિશનનું મૃત્યુ નિપજતા સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text