ગરબી અને નવરાત્રી મહોત્સવના આયોજન સ્થળની મુલાકાત લેતી પોલીસ ટિમો

- text


એ ડિવિઝન પીઆઇએ આયોજકો સાથે બેઠક કરી જરૂરી સૂચનો આપ્યા

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં થતી ગરબી અને નવરાત્રી મહોત્સવના આયોજનોના સ્થળની મુલાકાત લઈને આયોજકોને જરૂરી સૂચનાઓ આપી હતી. વધુમાં પોલીસે પાટીદાર અને ઉમિયા નવરાત્રીની પણ સ્થળ મુલાકાત લીધી હતી.

આ સાથે એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ આજે આયોજકો સાથે બેઠક પણ યોજી હતી. જેમાં તેઓએ ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારે વ્યવસ્થા ગોઠવવા જણાવ્યું હતું. આ સાથે ગરબી કે નવરાત્રી મહોત્સવમાં કોઈ દારૂ પીને આવે કે વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કરે તો તુરંત જ પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. વધુમાં તેઓના જણાવ્યા મુજબ પોલીસ સતત પેટ્રોલિંગ કરતી રહેશે. શી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ ફ્રી ડ્રેસમાં તૈનાત રહેશે.

- text

- text