મોરબીમાં નિયમોનો ભંગ કરનાર 7 સ્પા અને 4 હોટેલ સામે પોલીસે નોંધ્યો ગુનો

- text


એ ડિવિઝન પોલીસે તહેવારોને ધ્યાનમાં લઈ 14 હોટેલ અને 10 સ્પામા હાથ ધર્યું ચેકીંગ

મોરબી : મોરબીમાં પોલીસે નિયમોનો ભંગ કરનાર 7 જેટલા સ્પા અને 4 જેટલી હોટેલો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવતા પોલીસ એલર્ટ બની છે. ત્યારે એ ડિવિઝન પોલીસે વિવિધ વિસ્તારોમાં હોટેલ અને સ્પામાં ચેકીંગ હાથ ધર્યું હતું. એ ડિવિઝન પીઆઇ એચ.એ.જાડેજાએ જણાવ્યું કે 14 હોટલ અને 10 સ્પામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં રજીસ્ટર ન નિભાવતા હોય, આઇડી ન લેતા હોય તેવા 4 હોટેલ સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ સાથે સ્પામાં કામ કરતા કર્મચારીઓની વિગતો ન આપી હોય, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન કરાવ્યું હોય તેવા 7 સ્પા સામે પણ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- text

- text