મોરબી : ઓરપેટ કન્યા વિદ્યાલય મુકામે SVS કક્ષાએ ટંકારા તાલુકાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું વિજ્ઞાન ગણિત પ્રદર્શન યોજાયુ હતું. જેમાં હરબટીયાળી હાઇસ્કૂલનો પ્રથમ વિભાગમાં પ્રથમ નંબર આવ્યો છે. જે હવે જિલ્લા કક્ષાએ ભાગ લેવા માટે જશે.આ તકે કૃતિ બનાવનાર અને તેમાં ભાગ લેનાર ધો. 10 ના સંઘાણી સંજનાબેન અને ભાગિયા ક્રિષ્ટીબેન બંને બાળ વૈજ્ઞાનિકો તથા કૃતિના માર્ગદર્શક એવા શાળાના જ્ઞાન સહાયક બહેન સંધ્યાબેન વરમોરાએ શાળાને અને ગામને ગૌરવ અપાવેલું છે. એ બદલ સમગ્ર શાળા પરિવારે તેમજ આચાર્ય આર. જે. મુછારાએ અભિનંદન પાઠવ્યા છે.