નવલખીની શિપિંગ કંપનીની બાંધકામ સાઇટ ઉપરથી બે ટન સળિયા ચોરી જનાર આરોપી પકડાયો

- text


મોટા દહીંસરા ગામ નજીકથી જામનગરના ધુવાવના શખ્સે છોટા હાથી ભરીને સળિયા ચોર્યા હતા

મોરબી : માળીયા મિયાણા તાલુકાના નવલખી ખાતે કોલસાનો ધંધો કરતી શિપિંગ કંપનીની દહીંસરા ગામે આવેલ બાંધકામ સાઇટ ઉપરથી લોખંડના સળિયાની ચોરી થતા માળીયા પોલીસે ગણતરીની કલાકોમાં જ જામનગરના ધુવાવ ગામના આરોપીને છોટા હાથી અને ચોરીમાં ગયેલ સળિયા સાથે ઝડપી લીધો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણાના નવલખી ખાતે કોલસાનો ધંધો કરતી શ્રીજી શિપિંગ કંપનીની મોટા દહીંસરા ગામે આવેલ બાંધકામ સાઇટ ઉપરથી બે ટન સળિયાની ચોરી થવા અંગે સાઇટ એન્જીનીયર આરીફ શબ્બીરઅહેમદ ચૌધરીએ માળીયા મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીની કલાકોમા જ આરોપી પ્રવીણ રામજીભાઈ કણઝારીયા ઉ.37 નામના શખ્સને ચોરીના 2 ટન સળિયા અને છોટા હાથી સાથે ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

- text