મોરબીમાં પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની મહિલા પાંખ દ્વારા ગરબા અને પૂજા થાળી ડેકોરેશન સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ શ્રી પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની મહિલા પાંખ દ્વારા ગરબા અને પૂજા થાળી ડેકોરેશન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મોરબીની વરિયા બોર્ડિંગ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં 60 જેટલા સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

ગરબા ડેકોરેશન સ્પર્ધામાં પ્રથમ નંબરે નારણીયા હિરલબેન, બીજા નંબરે વામજા ધર્મિષ્ઠાબેન અને ત્રીજા નંબરે ધરોડીયા શોભનાબેન રહ્યા હતા. જ્યારે પૂજા થાળી ડેકોરેશન સ્પર્ધામાં પ્રથમ નંબરે ભોરણીયા ભૂમિબેન, બીજા નંબરે બરાસરા જલ્પાબેન અને ત્રીજા નંબરે વારેવડીયા મીરાબેન રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ધરતીબેન બરાસરા અને મયુરીબેન કોટેચાએ સેવા આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળની મહિલા પાંખ દ્વારા કરવામાં આવ્યું હતું.

- text

- text