વાંકાનેરના ઢુંવા અને રાતાવીરડામાં ત્રણ દરોડામાં ચાર જુગારી પકડાયા

- text


ઢુંવામાં બે દરોડામાં બે વરલી ભક્ત અને રાતાવીરડામા નોટ નંબરી રમતા બે પકડાયા

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા અને રાતાવિરડા ગામે અલગ અલગ ત્રણ દરોડામાં બે વરલીભક્તને ઝડપી લેવાની સાથે ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમતા બે શખ્સને ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે ઢુંવા માટેલ રોડ ઉપર દ્વારકાધીશ હોટલ પાસેથી આરોપી અરવિંદસિંહ મહિપતસિંહ ગોહિલ રહે.નવા ઢુંવા વાળાને વરલી મટકાનો જુગાર રમાડતા ઝડપી લઈ રોકડા રૂપિયા 950 કબ્જે કર્યા હતા. જ્યારે બીજા દરોડામાં માટેલ રોડ ઉપર અમરધામ નજીક જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડતા આરોપી બળદેવ ખોડાભાઈ દેગામાને રોકડા રૂપિયા 1100 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.

- text

જ્યારે અન્ય એક દરોડામાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવિરડા ગામના રામપીર મંદિર પાછળ જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી જીતુ ચોથાભાઈ ભવાણિયા અને માવજી છનાભાઈ કૂણપરા નામના શખ્સને રોકડા રૂપિયા 700 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text