મોરબીમાં એક જ પીઆઇને એસઓજી અને એલસીબીનો હવાલો

- text


લીવ રિઝર્વ પીઆઇને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોસ્ટિંગ

મોરબી : મોરબી પોલીસની મહત્વની ગણાતી એલસીબી અને એસઓજી બ્રાન્ચમાં છેલ્લા ઘણા સમયથી ઇન્ચાર્જ પીઆઈથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસવડાએ એસઓજી પીઆઇને સતાવાર રીતે એલસીબી પીઆઇ તરીકે નિમણૂક આપી એસઓજીનો વધારાનો હવાલો પણ તેમને જ સોંપ્યો છે, સાથે જ લીવ રિઝર્વ પીઆઇને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં પોસ્ટિંગ આપવામાં આવ્યું છે.

- text

મોરબી જિલ્લા પોલીસબેડામા લાંબા સમયથી એસઓજી અને એલસીબી જેવી મહત્વની બ્રાન્ચમાં ઇન્ચાર્જ પીઆઇની નિમણૂક કરી વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ એસઓજી પીઆઇ એમ.પી.પંડ્યાને એસઓજીમાંથી બદલી કરી એલસીબી પીઆઇ તરીકે રેગ્યુલર નિમણૂક કરી એસઓજીનો વધારાનો હવાલો સોંપ્યો છે. સાથે જ મોરબી લીવ રિઝર્વમાં રહેલા ડી.વી.ખરાડીને વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે.

- text