વાંકાનેરમાં દોશી કોલેજ દ્વારા યોગ-કબડ્ડીમાં ચેમ્પિયન ખેલાડીઓની ભવ્ય રેલી યોજાઈ

- text


વાંકાનેર : વાંકાનેરની દોશી કોલેજ દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી યોગ (ભાઈઓ) યોગ (બહેનો) અને કબડ્ડી (બહેનો) ચેમ્પિયન થયા હતા. તેમજ બે ઓક્ટોબરના મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે આજ રોજ કોલેજથી માર્કેટચોક સુધીનું સ્વચ્છતા કાર્યક્રમની સુંદર રેલીનું આયોજન કરવામાં કરવામાં આવ્યું હતું આ સાથે જ યોગ તથા કબડ્ડીમાં ખેલાડીઓએ શ્રી દોશી કોલેજ અને વાંકાનેરનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓનું NSS કો-ઑર્ડીનેટર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે અતિથિ વિશેષ તરીકે વાંકાનેરના મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર યુ. વી. કાનાણી, નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, નગરપાલિકા દ્વારા નિયુક્ત સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર એન. ભાટી, વાંકાનેર સીટી પી.એસ.આઇ ડી. વી. કાનાણી, કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. ચુડાસમાં તથા સર્વે અધ્યાપક ગણ અને સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા.

આ તમામ અધિકારીઓએ ખેલાડીઓને આ સિદ્ધિ માટે પ્રોત્સાહન પૂરું પાડેલું હતું તેમજ નેશનલ લેવલે ખેલાડીઓ સારુ પ્રદર્શન કરે તે માટે આશીર્વાદ પણ આપ્યા હતા. રેલીને સફળ બનાવવા ડૉ. વાય. એ. ચાવડા દ્વારા દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text

- text