મોરબીના રફાળેશ્વર નેશનલ હાઇવે પાસે સર્વિસ રોડ પર મસમોટા ખાડાથી વાહન ચાલકો પરેશાન

- text


મોરબી : મોરબીમાં રફાળેશ્વર પાસે નેશનલ હાઇવે પાસે સર્વિસ રોડ પર મસમોટા ખાડા પડી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ઘણા સમયથી આ ખાડા હોવા છતાં તંત્ર દ્વારા તેનું નિવારણ કરવામાં આવ્યું નથી. આ સર્વિસ રોડ પર વાહનોની અવરજવર વધારે હોવાથી આ ખાડા વાહનના અકસ્માતનું કારણ બની શકે છે. સ્થાનિકો દ્વારા તંત્રને વહેલી તકે ખાડા બુરવા વિનંતી કરાઈ છે.

- text

- text