વાંકાનેરમાં પૈસાની ઉઘરાણીમાં મિત્રએ મિત્રને છરી ઝીકી દીધી

- text


ચંદ્રપુર ઓવરબ્રિજ નીચે બનેલો બનાવ

વાંકાનેર : વાંકાનેર શહેરના ચંદ્રપુર ઓબરબ્રિજ નીચે મિત્રએ મિત્ર પાસે પૈસાની ઉઘરાણી કરતા મિત્રએ હાલમાં પૈસા ન હોવાનું જણાવી પૈસા આવશે ત્યારે આપશે તેમ કહેતા જ મિત્ર અને તેની સાથે રહેલ આરોપીએ માર મારતા બન્ને આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના ભરવાડપરા રહેતા અને ડ્રાઇવિંગ કરતા મનોજભાઈ ભાણજીભાઈ ટમારીયા નામના યુવાન પાસે તેનો મિત્ર નિલેશ ખીમજીભાઈ વાણંદ પૈસા માંગતો હોવાથી પૈસા પરત આપવાનું કહ્યું હતું પરંતુ મનોજભાઈ પાસે હાલમાં પૈસા ન હોય સગવડ થાય એટલે આપું કહેતા જ નિલેશ અને તેના મિત્ર રઘુભાઈ કાઠીએ જેમ ફાવે તેમ ગાળો ભાંડી નિલેશે છરીનો ઘા ઝીકી દઈ રઘુભાઈએ ઢીકા પાટુનો માર મારતા બન્ને વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

- text