મોરબીના પોટરી ગ્રાઉન્ડમા યુવતીને ભગાડી જવા મુદ્દે ત્રણ શખ્સોએ યુવાનને માર માર્યો

- text


મોરબી : મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા યુવાનના મિત્રનો સાળો યુવતીને ભગાડી ગયો હોવાનો ખાર રાખી ત્રણ શખ્સોએ પોટરી ગ્રાઉન્ડ નજીક યુવાનને આંતરી ગાળો આપી ઇટથી હુમલો કરી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે ફરિયાદ નોંધાઇ છે.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા બચુભાઇ ઉર્ફે બચ્ચન જેઠાભાઇ સોલંકીના મિત્રનો સાળો આરોપી મહેશભાઈ રમેશભાઈ લોચાના બહેનને ભગાડી લઈ ગયો હોય આ બાબતનો ખાર રાખી આરોપી રાહુલ કરશનભાઇ મૂછડીયા, નીતિન કરશનભાઇ મૂછડીયા અને મહેશભાઈ રમેશભાઈ લોચા રહે.તમામ બૌદ્ધનગર વાળાએ પોટરી ગ્રાઉન્ડમાં બોલાચાલી ઝઘડો કરી ઇટ વડે માર મારી તીક્ષ્ણ હથિયાર બતાવી જાનથી મારી નાખવા ધમકી આપતા ત્રણેય આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text