ટંકારાના હરબટીયાળી ગામે ભરતકામના કારીગરોનો તાલીમ કાર્યક્રમ યોજાયો

- text


ટંકારા : ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થા (EDII) અને દેવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે અમલીકૃત તેમજ SIDBI (સ્મોલ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા) ના સહકારથી મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે સ્વાવલંબન આર્ટિસન ક્લસ્ટર રીવાઈવલ આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ગ્રામીણ સાહસિકતા ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે એક સંકલિત મોડલ અમલ કરવા ચાર દિવસીય ડોમેન સ્કિલ તાલીમ કાયક્રમ (કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્મ)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ માસ્ટર ટ્રેનર દ્વારા કારીગરોને ભરતકામ ડીઝાઈનનો અભ્યાસ, ભરતકામમાં ઉપયોગમાં લેવાતા જુદી- જુદી પ્રકારના ટાંકા પ્રોડક્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવાતી સાધન-સામગ્રી (ટુલકીટ) વિશે ઉંડાણપુર્વક સમજ આપવામાં આવી હતી.

આ ઉપરાંત આ તાલીમ કાર્યક્રમમાં પ્રોડક્ટ મેજરમેન્ટ ટેકનિક, પ્રોડક્ટ ડ્રાફટિંગ ટેકનિક, પ્રોડક્ટ કટીંગ ટેકનિક,ડાયરી,નવરાત્રી બેલ્ટ અને દુપટા પર ભરતકામની જુદી- જુદી ડીઝાઈન બનાવવા માટે જરૂરી માર્ગદર્શન કારીગરોને પ્રેકટીકલ પ્રોડકટ બનાવીને શિખવવામાં આવ્યું હતું. કારીગરો દ્વારા તૈયાર કરેલી પ્રોડકટનું ગુણવતાના આધારે ગ્રેડિંગ કરીને તેની માર્કેટમાં મૂકવા માટે કિંમત નક્કી કરી જેનાથી આગામી સમયમાં તેના વધારે ઓર્ડેર મળે તાલીમ દરમિયાન કારીગરો પણ પોતાની આજીવિકા મેળવી આત્મનિર્ભર બને તેવા ઉદ્દેશ માટે તાલીમ વખતે જે શિખવા મળ્યું જેમાંથી તેઓ નવી-નવી ડિઝાઈન બનાવતા શિખ્યા હતા.

આ ચાર દિવસીય ડોમેન સ્કિલ તાલીમ કાયક્રમ (કૌશલ્ય વર્ધન તાલીમ કાર્યક્ર્મ)માં હરબટીયાળી ગામના 30 કારીગર બહેનો જોડાયા હતા. આ તાલીમ દરમિયાન EDII, DRDA અને અંબુજા ફાઉન્ડેશન- મોરબીમાંથી આવેલા તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

- text

- text