ટંકારાના નેસડા (ખા.) ગામે 1 ઓક્ટોબરે નાટક અને કોમિક ભજવાશે

- text


ટંકારા : તાલુકાના નેસડા (ખા.) ગામે આગામી તારીખ 1 ઓક્ટોબર ને મંગળવારના રોજ રાત્રે 9-30 કલાકે નાટક અને કોમિક ભજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી ઉમિયા ગૌશાળા ચેરિટેબલ ટ્રસ્ટ- નેસડા (ખા.) દ્વારા ગૌશાળાની ગાયોના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક જુનાણાનો ઈતિહાસ રા’માંડલિક યાને કે રા’ગંગાજળીયો અને સાથે જ પેટ પકડીને હસાવે તેવું કોમિક માલી મતવાલી રજૂ કરવામાં આવશે. તો આ નાટક અને કોમિક નિહાળવા સૌને જાહેર આમંત્રણ પાઠવાયું છે.

- text

- text