મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો 

- text


મોરબી : આજરોજ તારીખ 29 સપ્ટેમ્બર ને રવિવારે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આહિર સમાજના વિદ્યાર્થીઓનો 15મો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો હતો. મોરબીના પંચમુખી હનુમાનજી મંદિર ખાતે યોજાયેલા આ સન્માન સમારોહમાં આહીર સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ અજયભાઈ ડાંગરે જણાવ્યું હતું કે, મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આ વર્ષે મોરબી જિલ્લાના તમામ ગામોમાંથી આહીર સમાજના 200 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં 80 વિદ્યાર્થીઓને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે સાથે આહિર સમાજના મોરબી જિલ્લાના ક્લાસ 1 અને 2 કક્ષાના સરકારી અધિકારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ આહીર સમાજના નિવૃત્ત કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા અને જવાહર નવોદયની પ્રવેશ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સરસ્વતી સન્માન સમારોહમાં વવાણીયા સ્થિત માતૃશ્રી રામબાઈમાની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ, રામધન આશ્રમ મોરબીના મહંતા ભાવેશ્વરીબેન, મયુરનગર સ્થિત માતૃશ્રી રામબાઈ મા મંદિરના મહંતા વ્રજકિશોરીબેન, વિશેષ ઉપસ્થિતિમાં જયશ્રીબેન એન. જરૂ, આઇ.એસ. આહીર, નિર્મલભાઈ ગોગરા, આશિષભાઈ મિયાત્રા, મુખ્ય વક્તા તરીકે મોટીવેશનલ સ્પીકર અને લેખક ધર્મેન્દ્રભાઈ આહીર, મુખ્ય મહેમાન તરીકે બાબુભાઈ ડાંગર, લાખાભાઈ લાવડીયા, વિક્રમભાઈ ખુંગલા, કલ્પનાબેન જરૂ, રાહુલભાઈ ખાંભલા, પીઠાભાઈ ડાંગર, અતિથિ વિશેષ તરીકે જેસંગભાઈ હુંબલ, કિરણબેન રાઠોડ, સીતાબેન લાવડીયા અને જીગ્નેશભાઈ ડાંગર સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

- text

- text